લેસ્ટર હિંન્દુ મંદિર ખાતે અમરનાથ યાત્રા પર આતંકવાદી હુમલાના દિવંગતોને શ્રધ્ધા-સુમન અર્પણ

રાજકોટઃ અમરનાથ યાત્રાના ગુજરાતી યાત્રાળુ ઉપર થયેલ આતંકવાદી હુમલાના દિવંગત શ્રધ્ધાળુઓના આત્માની શાંતી અર્થે લેસ્ટર (યુ.કે.)ના હિન્દુ મંદિર ખાતે ગુજરાતી ભાઇ-બહેનોએ પ્રાર્થના સભા યોજી શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા તે વખતની તસ્વીર.  આ તકે ભારત વેલ્ફેર ટ્રસ્ટ (યુ.કે.) તથા શ્રી સમર્પણ ગૌશાળા ગોવર્ધન (વૃંદાવન)નાં પ્રતિનિધિઓ તથા પૂ. સંજીવ કૃષ્ણ ઠાકુરજીબ્રીટીશ હિન્દુ વોઇસના કમ્યુનીકેશનઓફીસર મુકેશભાઇ નાકરકાઉન્સીલર ભુપેન્દ્રભાઇ દવેપતંજલી યોગપીઠ (યુ.કે.)ના ભરતભાઇ મોઢા તથા હિન્દુ મંદિરના પ્રમુખ ડો.પ્રમોદભાઇ પટેલ સહીતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી દિવંગત અમરનાથ યાત્રીકોને શ્રધ્ધાંજલી અર્પી હતી.
http://www.akilanews.com/12072017/main-news/1499849860-109156